પાછળ જુઓ

ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના

  •  
    • યોજનાનો હેતુ

    • • ઇ-ગ્રામ પંચાયતની વિવિઘ કામગીરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અમલ દ્વારા અદ્યતન, સુવ્યવસ્િથત, સમયબદ્ઘ, સરળ, ઝડપી, ક્ષતિરહિત અને પારદર્શક બનાવવી.

      • ગ્રામ્યજનોને જરૂરી માહિતી, પ્રમાણ૫ત્ર, વિવિઘ કચેરીઓનાં ફોર્મસ, અરજીના નમૂના વિગેરે ઉ૫લબ્ઘ કરાવવા.

      • શહેરમાં નાગરિકોને મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામજનોને ૫ણ ઇ-ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવી.

      • ગ્રામપંચાયત દ્વારા બી.પી.એલ. લાભાર્થીઓને પસંદગી વઘુ પારદર્શક અને નિયમોનુસાર હાથ ધરવી.

      • મિલ્કત આકારણી અને વેરા વસુલાતની કામગીરી સરળ બનાવવી.

      • પંચાયતી રાજની વિવિધ યોજનાઓનું આયોજન, સમીક્ષા અને અમલીકરણને વઘુ અસરકારક બનાવવું.

      • ઇન્ટરનેટની સુવિધા દ્વારા છેવાડાના ગ્રામજનોને તાલુકા, જીલ્લા, રાજય, દેશ તથા વિશ્વ સાથેના જોડાણથી ગ્રામજનોના જીવન ધોરણમાં ૫રિવર્તન અને ગતિશીલતા લાવવી.